હું છે કોણ?

મિત્રો, 

                પ્રત્યેકમાનવમાં ચારે ય વર્ણોનો વાસ છે, એમ મારું માનવું છે.ક્યા ચાર વર્ણ? એ અંતમાં કહીશ, એ દ્ર્ષ્ટિએઃ  મારા ભીતરછલ્લાપણાને વિપરીત મારામાં હું શોધવાના સંઘર્ષપ્રયત્નરુપે આ બ્લોગનો જ્ન્મ છે.

                નામ છે પ્રશાંત, અને વિષ્ણુ-રમા સુત હોવું એ મારી અહોભાગ્યતા છે. જેનું મને સતત લાગે ગર્વ.. ” કાને પડે કદી વેદ મંત્ર, તમે યાદ આવો તત્કાળ તત્ર”. આજીવન આચાર્ય, ગીતાનોભેખ લઇ મરણાંતક આચરીજનાર કર્મયોગી તે મારા પિતા. અટક છે સોની, પારખવું એ રંગસૂત્રમાં છે, છ્તાં નિખાલસતાથી કહું તો સ્વને ઓળખવામાં છું ઉણો હું ઉતરું. નિવાસ Connect-i-cut, CT, USA છે, જે સતત મને મારીસાથે જોડવા-તોડ્વાનું સંતુલન બીજા શબ્દોમાં કહું તો ” એટેચ્ડ ડિટેચ્મેન્ટ” સૂચવતું રહ્યું છે. સંગીત એ મારું ડાબુ અંગ અને પ્રીતિ એ  જમણું, કે જે બંન્નેના વિના મારો માહ્યલો ક્દાચિત મડદુ હોત. ઇશ્વરે અમને દીધેલ અણમોલ માનવપુષ્પ એટ્લે પુત્ર-યોગ. જેની પરિપક્વતા મને ઘણીવાર અચંબામાં નાખી દે છે.

               વધુ શું કહું!  ઉપરના પ્રશ્નના ઉત્તરરુપે ..મારા મતે દરેકમાં ચાર વર્ણોનો વાસ હોય છે. ૧. સંઘર્ષ સામે ઝુકી પડે એ શુદ્ર.૨. સંઘર્ષ સામે સસ્તા સમાધાન કરે એ વૈશ્ય. ૩. સંઘર્ષ સામે બાથ ભીડે એ ક્ષત્રિય.૪ સંઘર્ષને સુસંવાદિ બનાવે એ બ્રાહ્મણ. પણ હું શેમાં ફીટ થાઊ છું? મારે જ ચકાસ્યા કરવું.. કદાચ જડી જાય.. આ જ્ન્મે!

               મિત્રો, વિનય અને વ્યવસ્થા સાથે જોડાયેલી ઔપચારિક્તા અનિવાર્ય છે, પણ કૄત્રિમતાની કિંમત માણસે પોતાની આંતરીક સંપત્તિ દ્વારા્ ચૂક્વવી પડે છે. વણજોઇતો વિવેક, ઠાલી પ્રશંશા, ગણતરીપૂર્વકનું પ્રત્યયન જે મારી અણગમતી બાબત છે. સત્વશીલતા જળવાય તો દેખીતું નુક્સાન થાય એ શક્ય છે, જે મને મંજુર છે.  મારી ધરાઇને ટીકા કરવાનો તમને હ્ક છે.  પણ પેટછુટીને વાત કરું તો ભગવદ્ ગીતાનો વિદ્યાર્થી હોવા છ્તાં સ્વભાવે સંવેદનશીલ પણ સ્થિતપ્રજ્ઞ નથી. સંવેદના મારી અમીરાત છે, હું સર્જક નથી પણ  દર્દમંદ જરુર છું, ભીતર કશુંક અમળાય, વમળાય છે. જે વહેતી કરું છું.  આપ સર્વને મારી યાત્રામાં સહ્ભાગી થવા આમંત્રું છું.

અસ્તુ!

Advertisements

Responses

 1. Dear Prashantbhai,

  This is very impressive, let your voice flow, you seem to have an excellent control over Gujarati – gadhya – padhya.

  You seem to float and connect several thoughts together, which is commendable.

  Cheers!
  Hemant, Aarti, Bhumika, Manan

 2. ખુબ જ સરસ

  તમારો બ્લોગ વાંચીને ઘણો આનંદ થયો.

  આપે મારા બ્લોગની મુલાકાત લિધી એ બદલ આપનો ખુબ ખુબ આભાર.

  આપનુ આગમન મને ઘણો પ્રોત્સાહીત કરશે.

  મયુર પ્રજાપતિ.
  http://www.aagaman.wordpress.com

 3. આપના બ્લોગને ગુજરાતી બ્લોગપીડીયા બ્લોગ એગ્રીગ્રેટર સાથે જોડવામાં આવેલ છે.મુલાકાત લેશો.http://rupen007.feedcluster.com/

 4. સુંદર અને નવિન પરિચય. ઘણાં ઓછા આટલા જાગૃત રહી પોતાને શોધવા પ્રયત્ન કરતા હશે. ચાર વર્ણની વ્યાખ્યા પણ ગમી. સંવેદનાની અમીરાત જાળવી રાખજો, સંવર્ધન કરજો. બ્લોગ જગતમાં સ્વાગત અને શુભેચ્છાઓ.

 5. મારા મતે દરેકમાં ચાર વર્ણોનો વાસ હોય છે. ૧. સંઘર્ષ સામે ઝુકી પડે એ શુદ્ર.૨. સંઘર્ષ સામે સસ્તા સમાધાન કરે એ વૈશ્ય. ૩. સંઘર્ષ સામે બાથ ભીડે એ ક્ષત્રિય.૪ સંઘર્ષને સુસંવાદિ બનાવે એ બ્રાહ્મણ. પણ હું શેમાં ફીટ થાઊ છું? મારે જ ચકાસ્યા કરવું.. કદાચ જડી જાય.. આ જ્ન્મે! WOW!!!
  Dear Prashantbhai not only you ….we should all ask this question to our self.
  Keep up the good work.
  આપની વેબ સાઈટ ખુબ જ સુંદર છે અનેક ગુજરાતી બ્લોગ ના જન્મ થાતા જ રહે છે તેમા મેં પણ ઝંપલાવ્યું છે..આપ જેવા મુલાકાતીની પ્રતિક્ષા ને પ્રોત્સાહન આપી પ્રેરણા આપશો તેવી આશા રાખું છું.http://wwwgaganepoonamnochandcom-rekha.blogspot.com “ટહુકો”; “યાયાવર” ; “કેસુડો.કામ” આ બધા ઉપર તો ઘણું પ્રોત્સાહન મળી રહ્યું છે કે ત્યાં રજુઆત કરી શકું છું.આપનો આ બ્લોગ ખુબ આગળ વધતો રહે તેવું ઈરછું છું.
  Rekha Shukla(chicago)


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: