Posted by: પ્રશાંત સોની | માર્ચ 28, 2011

હૈયું આવ્યું હોઠે


પરિસ્થિતિ ખરેખર વણસતી જોઉં છું.

છલોછલ મંદિરો માં ભક્તિ જોઉં છું;

કાળા નાણાની કરમુક્તિ જોઉં છું;

શયતાનો ની યુક્તિ જોઉં છું;

શિયાળ કાગની રમત જોઉં છું;

વાડને ચીભડા ગળતી જોઉં છું;

હાટડીઓ હરીનામની ધમધમતી જોઉં છું;

ઈશ વેચી ને મર્સીડીઝ જોઉં છું;

થતી હરી-હરની  હોળી  જોઉં છું;

પરિસ્થિતિ ખરેખર વણસતી જોઉં છું;

ખુમારી મામુલી પર નભતી જોઉં છું;

અકળાતી અસ્મિતા જોઉં છું;

દિલની દુર્બળતા જોઉં છું;

મનની મલિનતા જોઉં છું;

બાળક પર દબાણ જોઉં છું;

જુવાન ના ગુમાન જોઉં છું ;

ઘરડા ના ગમાણ જોઉં છું ;

મની માં સૌ મગન જોઉં છું;

પગલે પગલે પાષાણ જોઉં છું;

ડગલે સઘળે  ભેલાણ જોઉં છું;

પરિસ્થિતિ ખરેખર વણસતી જોઉં છું.

ઘેર ઘેર થતી કુસ્તી  જોઉં છું;

હર હૈયે હાય હાય ને જોઉં છું ;

હર પગલે લહાય લહાયને  જોઉં છું;

પરિસ્થિતિ ખરેખર વણસતી જોઉં છું.

હૈયાની હાડમારી જોઉં છું;

સ્ત્રી શિયળ લુંટવતી જોઉં છું;

વિખરાતા કુટુંબોની વસતી જોઉં છું;

માં સંસ્કૃતિ ને કણસતી જોઉં છું;

પરિસ્થિતિ ખરેખર વણસતી જોઉં છું;

દિલની પાયમાલી જોઉં છું;

બુદ્ધિની બલિહારી જોઉં છું ;

લાગણીઓ ની લયકારી જોઉં છું;

ઘર એક દફતર સરકારી જોઉં છું;

સમાજ ની અસમજ્દારી જોઉં છું ;

દેશમાં ફેલાયેલ બેદરકારી જોઉં છું; 

થતી માનવ્ય ની અધોગતિ જોઉં છું;

મુઝાતી માને ટળવળતી  જોઉં છું;

પરિસ્થિતિ ખરેખર વણસતી જોઉં છું.

બદબૂ દેતા બદન જોઉં છું;

મૃત હૈયાના ચલન જોઉં છું ;

તેજહીન વદન જોઉં છું ;

હાલતા ચાલતા કફન જોઉં છું;

પરિસ્થિતિ ખરેખર વણસતી જોઉં છું.

બદબૂ દેતા બદન જોઉં છું;

મૃત હૈયાના ચલન જોઉં છું ;

તેજહીન વદન જોઉં છું ;

હાલતા ચાલતા કફન જોઉં છું;

પરિસ્થિતિ ખરેખર વણસતી જોઉં છું. 

Advertisements

Responses

 1. આપની વેબ સાઈટ ખુબ જ સુંદર છે અનેક ગુજરાતી બ્લોગ ના જન્મ થાતા જ રહે છે તેમા મેં પણ ઝંપલાવ્યું છે..આપ જેવા મુલાકાતીની પ્રતિક્ષા ને પ્રોત્સાહન આપી પ્રેરણા આપશો તેવી આશા રાખું છું.http://wwwgaganepoonamnochandcom-rekha.blogspot.com “ટહુકો”; “યાયાવર” ; “કેસુડો.કામ” આ બધા ઉપર તો ઘણું પ્રોત્સાહન મળી રહ્યું છે કે ત્યાં રજુઆત કરી શકું છું. તમારી કવિતાઓ ખુબ સરળ પણ અર્થસભર છે..ફરિ ફરિ ને વાંચુ છું…આપનો આ બ્લોગ ખુબ આગળ વધતો રહે તેવું ઈરછું છું.પરિસ્થિતિ ખરેખર વણસતી જોઉં છું. …love this one the most..keep up the good work. Thanks again.
  Rekha Shukla(chicago)

 2. નમસ્કાર!
  આપનો બ્લોગ ”બિન્દાસ બરોડીયન” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
  આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
  આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
  ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
  આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
  માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: