Posted by: પ્રશાંત સોની | નવેમ્બર 30, 2009

આજનાં વિજ્ઞાનયુગ માં ભક્તિ એ ધતિંગ કે ભક્તનું ભૂષણ ? વિચારીએ…


   
       આપણા વિશ્વફ્લક્માં દુર્યોધન મળે તો ઓળખવામાં જરાય વાંધો નથી આવતો, કંસ, ધૄતરાષ્ટ્ર, શકુનિઅને પુતના ને પળભરમાં જ પારખી જવાય છે, પરંતુ, વિશ્વનિયંતા વાસુદેવ,  વાટે ને ઘાટે વળી વળીને રોજ મળે તો ય તેને ઓળખવાનું ચૂકી જવાય છે. આપણું વિજ્ઞાન એને ઓળખવાનું  એન્ટેના કેમ નથી શોધી શકતુ?
  
       મને એમ લાગે, કે આપણે વિ-જ્ઞાન યુગમાં નહિ પણ  વિ-તાણ( વિશેષ-તાણ) યુગમાં આપણી જાતને તાણી બેઠા છે.  જાણે કે વિતાડયુગ. આપણા શુભહ્સ્તે  તાણમાં પ્રાણ પુરીને બને તેટ્લું વધુ પોતાની જાત ઉપર અને બીજા ઉપર વિતાડવાનું  વ્રત લઇને બેઠા છીએ. લાગે છે  કે વારસો સાચવી રાખ્યો છે, તમને થશે કે વારસો? હા!  કેમ?  તે કહું. પાષાણયુગમાં માનવ જંગલી જાનવરોથી તાણ પામતો હશે;  આજે સભ્ય જાનવરોથી. મહાભારતકાળમાં આતતાતીઓ હતા; આજે ય ત્રાસવાદીઓ છે.  સદીઓ પહેલાં શિકારની શોધમાં રઝળપાટ કરનારો આજે ટ્રેનમાં કે પછી કારમાં માઇલોની રઝળપાટ કરે. વેશ્યાગૄહ, ભ્રષ્ટાચાર આજનાં નથી. ટૂંકમાં, માણસ બદલાયો નથી, માત્ર વિગતો બદલાઇ છે.
  
      ઉપકરણોની  ઉત્ક્રાંતિ એ કોદાળીથી કોમ્પ્યુટર કે રથ થી રોલ્સરોય સુધીની ભલે હોય પણ જરાક ડુબકીમારીને વિચારીએ તો વિજ્ઞાનયાત્રા, સરળતા થી સંકુલતા તરફની દેખાય. મગજની રચના, જીનેટિક એન્જીનિયરીંગ, નેનોટ્ક્નોલોજી સરળ નથી. 
       
      વિજ્ઞાનવિકાસ વિશ્વના વિરાટ સંકુલીકરણ ( કોમ્પ્લેક્સિફિકેશન)નું પ્રતિબિંબ માત્ર છે. સંકુલતા વધતા સરળતા ઘટતી જ્ણાય, હજી કઇક ખૂટે છે એવું લાગ્યા કરે, તે છે તે  સહજતા.  ખોઇ બેઠો છે એવી સરળતા કે જે  સો ટચ નો પ્રેમ અને આનંદ હોય. તેની ઝંખના સાલે છે.આજના યુગની પણ યુનિવર્સલ માંગ છે.
 
 
      દેવર્ષિ નારદે આજના અતિઆધુનિક માનવની બન્ને ઝંખનાને આબેહુબ રીતે એકસૂત્રમાં પરોવી લીધી હતી;  તે ઝંખનાઓ છે;  પ્રેમ અને આનંદ.અને તેની ગંગોત્રી આત્મા છે.  નારદ કહેઃ ‘સા ત્વસ્મિન પ્રેમસ્વરુપા અમ્રુતસ્વરુપા ચ’.  આનાથી ચઢિયાતી ભક્તિની વ્યાખ્યા મળવી મુશ્કેલ છે.
 
 
      ભક્તિને  અમૃતતુલ્ય ગણાવી તેનું રહસ્ય શું? જો એમ હોય તો શું આજના યુગમાં ભક્તિમાર્ગ સહાયરુપ છે?  આમ તો દેખાય છે ભક્તિનું પુર! તો પછી દેખાતી રહેલી ભક્તિમાં ભારોભાર ભ્રાંતતા, વેવલાપણું કેમ? આજની ભક્તિ આટલી અપ્રતિષ્ઠિત કેમ? આવી ભક્તિ જોયા પછી ઉબકા કેમ નથી  લાવતી? ભક્તિ બાબતે ભણેલો વર્ગ ભોટ કેમ રહ્યો છે ?   વિચારવું પડશે અને વિચરવું પણ રહ્યું જ…
Advertisements

Responses

 1. આપણા ધર્મના મુળને આપણે સમજ્યા જ નથી. સામાન્ય પ્રજા સમજી શકે તેવી રીતે લોકભોગ્ય બનાવવામાં આ મુળ સાવ વીસરાઈ ગયાં.

  … અને સાપ સરી ગયા પછી, એની કાંચળીને જ સાપ સમજી લીધેલો ધર્મ રહ્યો છે .
  —————-
  સાદો દાખલો ..

  કદાચ પુનર્જન્મની કલ્પના કોઈક ચતુર ઋષીએ સમાજમાં નીતીનો મહીમા વધે, તે માટે કરી હશે.
  એનું વીકૃત પરીણામ?
  જેનું નસીબ હોય તે ભોગવે .. એવો પલાયનવાદી અભીગમ.

  • માનનીય શ્રી સુરેશકાકા,
   બે સુંદર શબ્દ તમે વહેતા મુક્યા તે શબ્દ એ ‘પલાયનવાદ’ બીજો ‘અભિગમ’ .
   કહેવાતા ધર્મથી માનવ પોતાની જાત પરનો પોતનો વિશ્વાસ, પોતાની બુદ્ધિ પરનો વિશ્વાસ ગુમાવી બેઠો છે, બુદ્ધિજીવી બુધ્ધિનિષ્ઠતા ખોઇ બેઠો છે. અને પ્રસાદમાં? અઢળક અંધશ્રધ્ધા, વાડવિનાના વહેમ, જટીલ જડતા, ભારોભાર ભાવવિહીનતા અને નિસ્તેજ નિષ્ક્રિયતા કોણ જાણે કેટકેટલું પામ્યો છે? ગુમરાહ ધર્મ સમજણની સ્મશાનયાત્રા કાઢતો રહ્યો અને હરિ જાણે? કેવા અભિગમની આહુતિ આપતો રહ્યો?
   પ્રવાસમાં પગછુટો કરવા જાય તેમ ધર્મમાં જાણે મન છુટું કરવા; કોઇ પણ ગુરુ ઘંટાલના બક્વાસને બહાલી આપવા લાગ્યો.
   આવા ચમત્કારાધિષ્ઠિત ધર્મના પહેલા ખોળાનું બાળક એ જ ‘પલાયનવાદ’, જેણે બ્રહ્મહત્યાથી ય ઘોર પાતક કર્યુ છે. અનેક ખિલતી કળીઓની સુવાસમાં ક્રુત્રિમતા, અનેક બાળકમાં ગો-પાળના ઘડતર વચ્ચે એક પાળ ઉભી કરી છે. એ ક્યારે પાળ પાડી શકશે? પલાયનવાદ અનેક પેઢીઓની ઘોર ખોદતો રહ્યો છે. એવા તો અવિવેકનો અન્નકુટ કરતો રહ્યો છે કે ભણેલોવર્ગ ભગવાનને ભ્રષ્ટાચારનો ભોગ પુરાભાવથી ધરી રહ્યો છે. ભક્તિના ગાંડાપુરમાં ભગવાનપણ કૃતકૃત્યતા અનુભવતા હશે.નહિ?

   ભાંગ પીને બેઠેલા આપણે ભગવાનને ભાગવા માટેની અને ભાંગવા માટેની એકેય જ્ગ્યા ખાલી નથી રાખી. કાચલીની પૂજા માં કૃતકૃત્યતા અનુભવતા આપણે સાચી સમજ્ણનો સાર્વત્રિક સ્યુસાઇડ કરી નાખ્યો છે.ભાવશૂન્ય મંદિરો બનાવીને આપણા પાપોને ઇટાલીયન મારબલ જેવા ચકચકિત કરી દીધા છે. વિઠ્ઠ્લનો વેપાર કરતાં મને જરાય ક્ચવાટ, ખચકાટ નથી. છતાં મેરા ભારત મહાન? પોતાની વિચારશક્તિને માઇક્રોસોફ્ટમા જ શીફ્ટ કરનાર, પોતાની વિચારશક્તિ ને ગુગલમાં ગિરવે મુક્નાર ગુગલગ્રસ્તને આ નહિ દેખાતું હોય. આપણા હૃદયનો એનેસ્થેસિયા કોણ ઉતારશે?


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: