Posted by: પ્રશાંત સોની | March 28, 2011

હૈયું આવ્યું હોઠે

પરિસ્થિતિ ખરેખર વણસતી જોઉં છું.

છલોછલ મંદિરો માં ભક્તિ જોઉં છું;

કાળા નાણાની કરમુક્તિ જોઉં છું;

શયતાનો ની યુક્તિ જોઉં છું;

શિયાળ કાગની રમત જોઉં છું;

વાડને ચીભડા ગળતી જોઉં છું;

હાટડીઓ હરીનામની ધમધમતી જોઉં છું;

ઈશ વેચી ને મર્સીડીઝ જોઉં છું;

થતી હરી-હરની  હોળી  જોઉં છું;

પરિસ્થિતિ ખરેખર વણસતી જોઉં છું;

ખુમારી મામુલી પર નભતી જોઉં છું;

અકળાતી અસ્મિતા જોઉં છું;

દિલની દુર્બળતા જોઉં છું;

મનની મલિનતા જોઉં છું;

બાળક પર દબાણ જોઉં છું;

જુવાન ના ગુમાન જોઉં છું ;

ઘરડા ના ગમાણ જોઉં છું ;

મની માં સૌ મગન જોઉં છું;

પગલે પગલે પાષાણ જોઉં છું;

ડગલે સઘળે  ભેલાણ જોઉં છું;

પરિસ્થિતિ ખરેખર વણસતી જોઉં છું.

ઘેર ઘેર થતી કુસ્તી  જોઉં છું;

હર હૈયે હાય હાય ને જોઉં છું ;

હર પગલે લહાય લહાયને  જોઉં છું;

પરિસ્થિતિ ખરેખર વણસતી જોઉં છું.

હૈયાની હાડમારી જોઉં છું;

સ્ત્રી શિયળ લુંટવતી જોઉં છું;

વિખરાતા કુટુંબોની વસતી જોઉં છું;

માં સંસ્કૃતિ ને કણસતી જોઉં છું;

પરિસ્થિતિ ખરેખર વણસતી જોઉં છું;

દિલની પાયમાલી જોઉં છું;

બુદ્ધિની બલિહારી જોઉં છું ;

લાગણીઓ ની લયકારી જોઉં છું;

ઘર એક દફતર સરકારી જોઉં છું;

સમાજ ની અસમજ્દારી જોઉં છું ;

દેશમાં ફેલાયેલ બેદરકારી જોઉં છું; 

થતી માનવ્ય ની અધોગતિ જોઉં છું;

મુઝાતી માને ટળવળતી  જોઉં છું;

પરિસ્થિતિ ખરેખર વણસતી જોઉં છું.

બદબૂ દેતા બદન જોઉં છું;

મૃત હૈયાના ચલન જોઉં છું ;

તેજહીન વદન જોઉં છું ;

હાલતા ચાલતા કફન જોઉં છું;

પરિસ્થિતિ ખરેખર વણસતી જોઉં છું.

બદબૂ દેતા બદન જોઉં છું;

મૃત હૈયાના ચલન જોઉં છું ;

તેજહીન વદન જોઉં છું ;

હાલતા ચાલતા કફન જોઉં છું;

પરિસ્થિતિ ખરેખર વણસતી જોઉં છું. 


Responses

  1. This is the situation of our Society..

  2. આપની વેબ સાઈટ ખુબ જ સુંદર છે અનેક ગુજરાતી બ્લોગ ના જન્મ થાતા જ રહે છે તેમા મેં પણ ઝંપલાવ્યું છે..આપ જેવા મુલાકાતીની પ્રતિક્ષા ને પ્રોત્સાહન આપી પ્રેરણા આપશો તેવી આશા રાખું છું.http://wwwgaganepoonamnochandcom-rekha.blogspot.com “ટહુકો”; “યાયાવર” ; “કેસુડો.કામ” આ બધા ઉપર તો ઘણું પ્રોત્સાહન મળી રહ્યું છે કે ત્યાં રજુઆત કરી શકું છું. તમારી કવિતાઓ ખુબ સરળ પણ અર્થસભર છે..ફરિ ફરિ ને વાંચુ છું…આપનો આ બ્લોગ ખુબ આગળ વધતો રહે તેવું ઈરછું છું.પરિસ્થિતિ ખરેખર વણસતી જોઉં છું. …love this one the most..keep up the good work. Thanks again.
    Rekha Shukla(chicago)


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.