હે મનના માણીગર,
શું કહું તને? મને કહેવું છે ઘણું પણ વહે છે થોડું.
અંતરના ભીતરમાં ભરાઈ રહેલ ડૂમો, ઝાંઝવાના નીરની જેમ સુકાઈ ને સરસ્વતીનો સુક્કો કાંઠો બની રહ્યો છે. ક્યારેક થાય કે લાવને આ ઓશિયાળી બનેલી એકલતાને અનુરૂપ કઈક અનુકુળતા કરું! ત્યારે કોઈ વળી સુરા, તો કોઈ સ્ટીરીયો ને કોઈ વળી સૂર કે સ્નેહીની સંગત સામે ધરે ! વાહ દુનિયા !!
ત્યારે કોઈક કવિની પંક્તિ સ્મરી જાય: ” આમતો હું સાવ એકલો ને તોયે હું ભર્યો ભર્યો”…ને કોઈ અજ્ઞાત પક્ષી ક્ષણિક અંતરના આંગણે આવીને એકાંતમાં ટહુકી કરી જાય અને જાણે કે ઐશ્વર્યનો આવિર્ભાવ…
હમણા રોબર્ટ ફ્રોસ્ટનાં કાવ્યનું ભાષાંતર વાંચવાનું થયું:
જંગલમાં બે રસ્તાઓ ફંટાયા
પરંતુ
મેં ઓછી ખેડાયેલી વાટ પકડી
અને
બધો તફાવત એણે સર્જી દીધો.
મિત્રો, શ્રીમદ ભગવદ ગીતાજી એને ” અંતર્જ્યોતિ” શબ્દ પ્રયોજે છે. હું તેની આત્યંતિક શોધમાં છું. ભાળ મળે તો સત્વરે ભલામણ કરશો?
તાજા અભિપ્રાયો