છલોછલ મંદિરો માં ભક્તિ જોઉં છું;
કાળા નાણાની કરમુક્તિ જોઉં છું;
શયતાનો ની યુક્તિ જોઉં છું;
શિયાળ કાગની રમત જોઉં છું;
વાડને ચીભડા ગળતી જોઉં છું;
હાટડીઓ હરીનામની ધમધમતી જોઉં છું;
ઈશ વેચી ને મર્સીડીઝ જોઉં છું;
થતી હરી-હરની હોળી જોઉં છું;
પરિસ્થિતિ ખરેખર વણસતી જોઉં છું;
ખુમારી મામુલી પર નભતી જોઉં છું;
અકળાતી અસ્મિતા જોઉં છું;
દિલની દુર્બળતા જોઉં છું;
મનની મલિનતા જોઉં છું;
બાળક પર દબાણ જોઉં છું;
જુવાન ના ગુમાન જોઉં છું ;
ઘરડા ના ગમાણ જોઉં છું ;
મની માં સૌ મગન જોઉં છું;
પગલે પગલે પાષાણ જોઉં છું;
ડગલે સઘળે ભેલાણ જોઉં છું;
પરિસ્થિતિ ખરેખર વણસતી જોઉં છું.
ઘેર ઘેર થતી કુસ્તી જોઉં છું;
હર હૈયે હાય હાય ને જોઉં છું ;
હર પગલે લહાય લહાયને જોઉં છું;
પરિસ્થિતિ ખરેખર વણસતી જોઉં છું.
હૈયાની હાડમારી જોઉં છું;
સ્ત્રી શિયળ લુંટવતી જોઉં છું;
વિખરાતા કુટુંબોની વસતી જોઉં છું;
માં સંસ્કૃતિ ને કણસતી જોઉં છું;
પરિસ્થિતિ ખરેખર વણસતી જોઉં છું;
દિલની પાયમાલી જોઉં છું;
બુદ્ધિની બલિહારી જોઉં છું ;
લાગણીઓ ની લયકારી જોઉં છું;
ઘર એક દફતર સરકારી જોઉં છું;
સમાજ ની અસમજ્દારી જોઉં છું ;
દેશમાં ફેલાયેલ બેદરકારી જોઉં છું;
થતી માનવ્ય ની અધોગતિ જોઉં છું;
મુઝાતી માને ટળવળતી જોઉં છું;
પરિસ્થિતિ ખરેખર વણસતી જોઉં છું.
બદબૂ દેતા બદન જોઉં છું;
મૃત હૈયાના ચલન જોઉં છું ;
તેજહીન વદન જોઉં છું ;
હાલતા ચાલતા કફન જોઉં છું;
પરિસ્થિતિ ખરેખર વણસતી જોઉં છું.
બદબૂ દેતા બદન જોઉં છું;
મૃત હૈયાના ચલન જોઉં છું ;
તેજહીન વદન જોઉં છું ;
હાલતા ચાલતા કફન જોઉં છું;
પરિસ્થિતિ ખરેખર વણસતી જોઉં છું.
તાજા અભિપ્રાયો